પંચાયતી રાજ ના પ્રશ્નો (Panchayati Raj) 76 થી 100
ગુજરાત રાજ્યની પોલીસ કોન્સ્ટેબલ, PSI, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, ATDO, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, GPSC વગેરે પરીક્ષાઓ માં પંચાયતી રાજ વિષયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અહી કેટલા પંચાયતી રાજ ના પ્રશ્નો અને જવાબ આપેલા છે.
Q.76 : 73 માં બંધારણીય સુધારા થી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઇ?
- A. અનુચૂચિત જાતી
- B. અનુચુચિત જનજાતિ
- C. મહિલાઓ
- D. મંત્રીઓ
Q.77 : તાલુકા પંચાયત નાખી શકે તેવા કર અને ફી અને વસૂલ કરવાની પદ્ધતિમાં કોઈ ગામની હદની અંદર કોઈપણ બાબતના સંબંધમાં તાલુકા પંચાયતે લેવાના કર, ગ્રામ પંચાયતે લીધેલા કર કે ફીના દરના કેટલા ટકા કરતાં વધારે હોવો જોઈએ નહિ ?
- A. ૧૮ ટકા
- B. ૧૫ ટકા
- C. ૧૨ ટકા
- D. ૧૦ ટકા
Q.78 : પી.કે.થુંગન સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1982
- B. 1984
- C. 1986
- D. 1988
Q.79 : પંચાયતીરાજ નો હવાલો સંભાળનાર કેન્દ્રના પ્રથમ મંત્રી કોણ હતા?
- A. મણિશંકર ઐયર
- B. બળવંતરાય મહેતા
- C. ચીમનભાઈ પટેલ
- D. એક પણ નહિ
Q.80 : તાલુકા પંચાયતના પ્રમુખની સત્તા અને કાર્યોમાં નીચેની કઈ બાબત સાચી નથી ?
- A. તાલુકા પંચાયતની બેઠકો બોલાવવી અને આવી બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવું અને તેનું સંચાલન કરવું.
- B. તાલુકા પંચાયતની સેવાઓ માટે જરૂરી સેવકો અને અધિકારીઓની નિમણૂકો કરવી.
- C. પંચાયતના દફતરો તપાસવા.
- D. પંચાયતના આર્થિક અને કારોબારી વહીવટ પર દેખરેખ રાખવી.
Q.81 : ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદારયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ?
- A. જિલ્લા કલેકટર
- B. રાજ્ય ચૂંટણી પંચ
- C. જિલ્લા વિકાસ અધિકારી
- D. કેન્દ્ર ચૂંટણી પંચ
Q.82 : સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?
- A. કલેક્ટરશ્રીને
- B. મામલતદારશ્રીને
- C. તાલુકા વિકાસ અધિકારીશ્રીને
- D. ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
Q.83 : ‘ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ’ આ વિધાન કોનું છે ?
- A. મહાત્મા ગાંધી
- B. જયપ્રકાશ નારાયણ
- C. સરદાર પટેલ
- D. વિનોબા ભાવે
Q.84 : ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ?
- A. તાલુકા વિકાસ અધિકારી
- B. મામલતદાર
- C. તલાટી
- D. સરપંચ
Q.85 : ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
- A. વન વિકાસ સમિતિના પ્રમુખ
- B. સરપંચ
- C. તલાટી
- D. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
Q.86 : હનુમંતરાવ સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1980
- B. 1982
- C. 1984
- D. 1985
Q.87 : વિભાગ-9માં પંચાયત વિશે કરેલી જોગવાઇઓ કોને લાગુ પડે છે?
- A. રાજ્યો
- B. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
- C. કેન્દ્રશાસિત પ્રદેશો
- D. એક પણ નહીં
Q.88 : તાલુકા પંચાયતમાં ગુજરાત પંચાયત ધારા-૧૯૯૩ અનુસાર કઈ સમિતિઓની રચના ફરજિયાત છે ?
- A. કારોબારી સમિતિ
- B. સામાજિક ન્યાય સમિતિ
- C. ઉપરોક્ત બંને
- D. ઉપરનામાંથી એકેય નહિ
Q.89 : ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત્ત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?
- A. મેટકાફે
- B. કર્ઝન
- C. મેકોલે
- D. મેયો
Q.90 : નીચે પૈકી પંચાયતી રાજની કઈ સમિતિ ‘ કાર્ડ સમિતિ ‘ તરીકે ઓળખાય છે ?
- A. ડાહ્યાભાઈ નાયક સમિતિ
- B. જી વી કે રાવ સમિતિ
- C. એલ એમ સિંઘવી સમિતિ
- D. બળવંતરાય મહેતા સમિતિ
Q.91 : નીચે પૈકી કઈ સમિતિએ પંચાયતી રાજને ચાર સ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ?
- A. એલ એમ સિંઘવી સમિતિ
- B. જાદવજી મોદી સમિતિ
- C. જી વી કે રાવ સમિતિ
- D. ઝીણાભાઈ દરજી સમિતિ
Q.92 : પંચાયતીરાજ ના અધિનિયમ અન્વયે રચાયેલ ન્યાય પંચાયતની સતામાં ક્યા અધિનિયમ નો સમાવેશ કરવામાં આવેલ નથી?
- A. પ્રાણીઓ પ્રતિ ક્રૂરતા અટકાવવા અંગેનો અધિનિયમ
- B. દબાણ વગેરે માટે શિક્ષા કરવી
- C. માનવ અધિકાર અધિનિયમ
- D. મુંબઈ જિલ્લા રસી ટંકાઈ અધિનિયમ
Q.93 : અશોક મહેતા સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1973
- B. 1975
- C. 1977
- D. 1979
Q.94 : પંચાયતો માટે પ્રશિક્ષણ કેન્દ્રોની આવશ્યકતા પર અધ્યયન કઈ સમિતિ માં કરવામાં આવી ?
- A. વી. કે. રાવ સમિતિ 1960
- B. દિવાકર સમિતિ 1963
- C. કે . સંથાનમ સમિતિ 1963
- D. જી . રામચંદ્રન સમિતિ 1966
Q.95 : ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે ?
- A. ચોખ્ખા ૫ દિવસ
- B. ચોખ્ખા ૩ દિવસ
- C. ચોખ્ખા ૭ દિવસ
- D. ચોખ્ખા ૪ દિવસ
Q.96 : જી.વી.કે.રાવ સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1980
- B. 1982
- C. 1984
- D. 1985
Q.97 : સમરસ પંચાયત યોજના કઈ સમિતિના ભલામણના આધારે અમલીકૃત થઈ ?
- A. રિખવદાસ શાહ સમિતિ
- B. ઝીણાભાઈ દરજી સમિતિ
- C. બળવંતરાય મહેતા સમિતિ
- D. રસિકલાલ પરીખ સમિતિ
Q.98 : ‘પંચાયતી રાજ’ નો વિષય બંધારણની કઈ યાદીમાં સમાવેશ કરાયેલ છે ?
- A. રાજ્ય યાદી
- B. કેન્દ્ર યાદી
- C. સંયુક્ત યાદી
- D. આપેલ તમામ
Q.99 : નીચે પૈકી કઈ સમિતિએ ગ્રામસભાને ‘પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ’ કહ્યું હતું ?
- A. બળવંતરાય મહેતા સમિતિ
- B. રીખવદાસ શાહ સમિતિ
- C. ઝીણાભાઈ દરજી સમિતિ
- D. એલ એમ સિંઘવી સમિતિ
Q.100 : કયા રાજ્યોના પંચાયતીરાજ વ્યવસ્થા નથી ?
- A. મિઝોરમ
- B. મેઘાલય
- C. નાગલેન્ડ
- D. આપેલ તમામ
પંચાયતી રાજના વધુ પ્રશ્નો માટે : અહી ક્લિક કરો.