પંચાયતી રાજ ના પ્રશ્નો (Panchayati Raj) 26 થી 50
ગુજરાત રાજ્યની પોલીસ કોન્સ્ટેબલ, PSI, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, ATDO, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, GPSC વગેરે પરીક્ષાઓ માં પંચાયતી રાજ વિષયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અહી કેટલા પંચાયતી રાજ ના પ્રશ્નો અને જવાબ આપેલા છે.
Q.26 : પંચાયતીરાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- A. 24 એપ્રિલ 1993
- B. 24 માર્ચ 1992
- C. 24 એપ્રિલ 1994
- D. 24 જૂન 1993
Q.27 : ATVT એટલે શું ?
- A. એટ ટ્રેનિંગ વોઈસ ટ્રેનિંગ
- B. આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો
- C. એન્ટી ટ્રેનિંગ વોઈસ ટ્રેનિંગ
- D. એક પણ નહિ
Q.28 : પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે ?
- A. જીલ્લા પરિષદ
- B. ન્યાય પંચાયત
- C. ગ્રામ પંચાયત
- D. ગ્રામ સભા
Q.29 : ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની જોગવાઈઓ અનુસાર લોકશિક્ષણની દ્રષ્ટિએ સંસ્કાર કાર્યક્રમો યોજવા બાબતની ફરજ કોની છે ?
- A. તાલુકા પંચાયતોની
- B. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની
- C. ગ્રામ પંચાયતોની
- D. જિલ્લા પંચાયતોની
Q.30 : ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની જોગવાઈઓ અનુસાર પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય કોઈ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં, પરવાનગી માટેની અરજી મળ્યાની તારીખથી કેટલી મુદતની અંદર પંચાયતે તે અંગે મંજૂરી અથવા ઈન્કાર કર્યાની જાણ કરવાની રહેશે ?
- A. સાઈઠ દિવસની અંદર
- B. નેવું દિવસની અંદર
- C. ત્રીસ દિવસની અંદર
- D. પંદર દિવસની અંદર
Q.31 : ૧૯૮૬ માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરુદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?
- A. જી વી કે રાવ સમિતિ
- B. અશોક મહેતા સમિતિ
- C. બળવંતરાય મહેતા સમિતિ
- D. એલ એમ સિંઘવી સમિતિ
Q.32 : ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?
- A. મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો – ૧૯૪૯
- B. ગુજરાત નગરપાલિકા ધારો – ૧૯૬૩
- C. નગર આયોજન અને વિકાસ ધારો – ૧૯૭૮
- D. ઉપરોક્ત તમામ
Q.33 : પંચાયતીરાજ નું અમલ કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય હતું?
- A. 3
- B. 8
- C. 5
- D. 4
Q.34 : ઝીણાભાઈ દરજી સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1970
- B. 1971
- C. 1974
- D. 1972
Q.35 : મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂંક કોણ કરે છે ?
- A. રાજ્ય સરકાર
- B. કેન્દ્ર સરકાર
- C. રાષ્ટ્રપતિ
- D. રાજ્યપાલ
Q.36 : પંચાયતી રાજ માટે ૭૩મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો ?
- A. 1973
- B. 1993
- C. 1992
- D. 1995
Q.37 : પંચાયત સંબંધી આંકડાકીય સમીક્ષા સંબંધી ભલામણો કઈ સમિતિ માં કરવામાં આવી ?
- A. વી. કે. રાવ સમિતિ 1960
- B. દિવાકર સમિતિ 1963
- C. કે . સંથાનમ સમિતિ 1963
- D. જી . રામચંદ્રન સમિતિ 1966
Q.38 : કેન્દ્ર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?
- A. પ્રથમ નાણાં પંચથી
- B. ૭૩મા બંધારણીય સુધારા બાદ
- C. પંચાયતોએ ૧૯૯૦માં કરેલી માંગણીઓ બાદ
- D. બંધારણના આરંભથી
Q.39 : ગ્રામપંચાયતનો વિસ્તાર કોના દ્વારા જાહેરનામું બહાર પાડીને નક્કી કરવામાં આવે છે ?
- A. સરપંચ
- B. રાજ્યપાલ
- C. મુખ્યમંત્રી
- D. રાષ્ટ્રપતિ
Q.40 : ગ્રામ પંચાયતમાં તાકીદના પ્રસંગે ખર્ચ મંજુર કરવાની સત્તા કોને છે ?
- A. પંચાયત મંત્રી
- B. તાલુકા પંચાયત
- C. સરપંચ
- D. જિલ્લા પંચાયત
Q.41 : ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની જોગવાઈઓ અનુસાર તાલુકા પંચાયતની સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ?
- A. કારોબારી સમિતિ
- B. સામાજિક ન્યાય સમિતિ
- C. શિક્ષણ સમિતિ
- D. કારોબારી સમિતિની પેટા સમિતિઓ
Q.42 : પંચાયતિરાજનો બંધારણમાં ક્યાં ક્યાં અનુછેદ છે ?
- A. અનુચ્છેદ 242 ,243 (A) to 244(O)
- B. અનુચ્છેદ 243 ,243 (A) to 243(O)
- C. અનુચ્છેદ 242 ,242 (A) to 242(O)
- D. અનુચ્છેદ 244 ,244 (A) to 244(O)
Q.43 : પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી સંબંધી રૂપરેખાનું અધ્યયન કઈ સમિતિ માં કરવામાં આવી ?
- A. વી. કે. રાવ સમિતિ 1960
- B. દિવાકર સમિતિ 1963
- C. કે . સંથાનમ સમિતિ 1965
- D. જી . રામચંદ્રન સમિતિ 1966
Q.44 : એલ.એમ.સંઘવી સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1988
- B. 1984
- C. 1986
- D. 1982
Q.45 : ૭૩મો બંધારણીય સુધારો ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યો ?
- A. ૧ એપ્રિલ, ૧૯૯૨
- B. ૧૫ એપ્રિલ, ૧૯૯૩
- C. ૨૪ એપ્રિલ, ૧૯૯૩
- D. ૧ માર્ચ, ૧૯૯૩
Q.46 : કયા દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે ?
- A. ૧ એપ્રિલ
- B. ૧૫ એપ્રિલ
- C. ૨૪ એપ્રિલ
- D. ૨ ઓક્ટોબર
Q.47 : પંચાયતની મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે ?
- A. પંચાયતની મુદત પૂરી થતી હોય તેના બે મહિના અગાઉ
- B. પંચાયતની મુદત પૂરી થતી હોય તેના ચાર મહિના અગાઉ
- C. પંચાયતની મુદત પૂરી થતી હોય તેના છ મહિના અગાઉ
- D. પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થાય ત્યારે તે અગાઉ
Q.48 : 73 માં સુધારો-1992 નો અમલ ક્યારે આવ્યો હતો ?
- A. 24 એપ્રિલ 1993
- B. 24 માર્ચ 1992
- C. 24 એપ્રિલ 1994
- D. 24 જૂન 1993
Q.49 : પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે કયો કાયદો લાગુ પડે છે ?
- A. ફોજદારી કાર્યવાહી અધિનિયમ
- B. લોકપ્રતિનિધિત્વ ધારો
- C. ભારતીય દંડ સહિતા
- D. ગુજરાત પંચાયત ધારો-૧૯૯૩
Q.50 : પંચાયતના ત્રણેય સ્તરે ‘સામાજિક ન્યાય સમિતિ ‘બનાવવી જોઈએ તેવી ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?
- A. ઝીણાભાઈ દરજી સમિતિ
- B. અશોક મહેતા સમિતિ
- C. રસિકલાલ પરીખ સમિતિ
- D. રિખવદાસ શાહ સમિતિ
પંચાયતી રાજના વધુ પ્રશ્નો માટે : અહી ક્લિક કરો.