પંચાયતી રાજ ના પ્રશ્નો (Panchayati Raj) 101 થી 125
ગુજરાત રાજ્યની પોલીસ કોન્સ્ટેબલ, PSI, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, ATDO, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, GPSC વગેરે પરીક્ષાઓ માં પંચાયતી રાજ વિષયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અહી કેટલા પંચાયતી રાજ ના પ્રશ્નો અને જવાબ આપેલા છે.
Q.101 : એકમાત્ર ક્યાં કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતીરાજ નથી ?
- A. દીવ
- B. દિલ્હી
- C. અંદમાન
- D. પોન્ડુચેરી
Q.102 : નીચે પૈકી કઈ એક ભલામણ અશોક મહેતા સમિતિએ કરી ન હતી ?
- A. ગ્રામ પંચાયત સ્તરે બિનહરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવું.
- B. પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોની સીધી ભાગીદારી હોવી જોઈએ.
- C. પંચાયતમાં ન્યાય પંચાયતની વ્યવસ્થા હોવી જોઈએ.
- D. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ પંચાયતી રાજની ચૂંટણીનું આયોજન કરવું જોઈએ.
Q.103 : ગુજરાતમાં ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો ?
- A. 1959
- B. 1960
- C. 1961
- D. 1965
Q.104 : ‘ પંચાયતી રાજ ‘ શબ્દ કોણે આપ્યો છે ?
- A. વિનોબા ભાવે
- B. બળવંતરાય મહેતા
- C. જવાહરલાલ નહેરુ
- D. કનૈયાલાલ મુનશી
Q.105 : કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી ?
- A. બળવંતરાય મહેતા સમિતિ
- B. રિખવદાસ શાહ સમિતિ
- C. અશોક મહેતા સમિતિ
- D. પી કે થુંગન સમિતિ
Q.106 : પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે ?
- A. ૭૪ મો સુધારો, ૧૯૭૩
- B. ૭૩ મો સુધારો, ૧૯૭૩
- C. ૭૩ મો સુધારો, ૧૯૯૨
- D. ૭૩ મો સુધારો, ૧૯૯૩
Q.107 : લોકશાહીની ‘તીસરી સરકાર’ કઈ છે ?
- A. પંચાયતી રાજ
- B. લોકસભા
- C. રાજ્યસભા
- D. ગ્રામ પંચાયત
Q.108 : પંચાયતમાં બેવડું સભ્યપદ નાબૂદ થવું જોઈએ તેવી ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?
- A. ઝીણાભાઈ દરજી સમિતિ
- B. જાદવજી મોદી સમિતિ
- C. ડાહ્યાભાઈ નાયક સમિતિ
- D. બળવંતરાય મહેતા સમિતિ
Q.109 : ડાંગમાં ક્યારે પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી ?
- A. ૨૫ માર્ચ ૧૯૬૩
- B. ૨૫ મે ૧૯૬૩
- C. ૧૫ એપ્રિલ ૧૯૬૩
- D. ૧૫ માર્ચ ૧૯૬૩
Q.110 : પંચાયતોમાં હિસાબોના ઓડિટ અંગે ૭૩માં બંધારણીય સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?
- A. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે
- B. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે
- C. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે
- D. ઉપરનામાંથી એકેય નહિ
Q.111 : કચ્છમાં ક્યારે પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી ?
- A. ૨ ઓક્ટોબર ૧૯૬૭
- B. ૧ જૂન ૧૯૭૨
- C. ૧૫ ઓગસ્ટ ૧૯૬૭
- D. ૧ મે ૧૯૭૨
Q.112 : જમીનના સંબંધમાં ખાતેદાર અથવા તેના ગણોતિયા વચ્ચેની તકરારના કારણે જમીનની ખેતીને નુકસાન થતું હોય તો તાલુકા પંચાયતે કોને જણાવવાનું રહેશે ?
- A. તાલુકા પંચાયતના પ્રમુખને
- B. જિલ્લા પંચાયતના પ્રમુખને
- C. યોગ્ય સત્તા અધિકારીને
- D. વિકાસ કમિશનરને
Q.113 : પંચાયતી રાજની સંપૂર્ણ રાજ્યમાં સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું હતું ?
- A. તમિલનાડુ
- B. રાજસ્થાન
- C. આંધ્રપ્રદેશ
- D. પ.બંગાળ
Q.114 : ૭૪ માં બંધારણ સુધારા અનુસાર કયા વિસ્તારમાં પાલિકાની રચના થતી નથી ?
- A. ત્રણ લાખથી ઓછી વસ્તી હોય ત્યાં
- B. ઔદ્યોગિક ટાઉનશીપ
- C. જ્યાં વસ્તી ૧૦ લાખથી વધુ હોય ત્યાં
- D. જ્યાં ખેતીનો વિસ્તાર હોય ત્યાં
Q.115 : ‘સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા’ તરીકે કોણ પ્રસિદ્ધ છે?
- A. લોર્ડ રિપન
- B. લોર્ડ કર્ઝન
- C. લોર્ડ કોર્નવોલીસ
- D. લોર્ડ વિલિયમ બેન્ટિક
Q.116 : નીચે પૈકી કોને સ્થાનિક સ્વરાજ્યના પિતા માનવામાં આવે છે ?
- A. લિટન
- B. મેયો
- C. રિપન
- D. હેસ્ટિંગ્સ
Q.117 : ૭૩મા બંધારણીય સુધારા અંતર્ગત કેટલા ટકા મહિલા અનામતનો ઉલ્લેખ કરાયેલ છે ?
- A. 0.5
- B. 0.25
- C. 0.33
- D. એક પણ નહિ
Q.118 : ભારતના પ્રથમ પંચાયતી રાજ સંબંધી મંત્રી કોણ હતા ?
- A. પ્રો. આયંગર
- B. બી.જી.ખેર
- C. બળવંતરાય મહેતા
- D. વિનાયકરાવ દેશમુખ
Q.119 : સમગ્ર ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી ?
- A. ૧૫ એપ્રિલ ૧૯૬૩
- B. ૧ જૂન ૧૯૭૨
- C. ૨ ઓક્ટોબર ૧૯૬૩
- D. ૧ જૂન ૧૯૬૩
Q.120 : પંચાયતોની મુદત અંગે ૭૩મા બંધારણીય સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?
- A. દરેક પંચાયતની મુદત તેની પ્રથમ બેઠક મળે તે તારીખથી પાંચ વર્ષની રહેશે
- B. પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં દરેક પંચાયતની ચૂંટણી કરવામાં આવશે
- C. ઉપરોક્ત બંને
- D. એક પણ નહિ
Q.121 : નીચે જણાવેલ વ્યક્તિઓ પૈકી કઈ વ્યક્તિ પંચાયતનો સભ્ય રહી શકશે નહીં ?
- A. સત્તા ધરાવતી કોર્ટે અસ્થિર મગજની ઠરાવી હોય
- B. જે વ્યક્તિને નશાબંધીના કાયદા હેઠળ દોષિત ઠરાવેલ કે હોદ્દાથી દૂર કરાયેલ હોય તેવી વ્યક્તિ
- C. પંચાયત એક્ટની જોગવાઈ હેઠળ હોદ્દો ધરાવવા માટે ગેરલાયક ઠરાવી હોય
- D. ઉપરોક્ત તમામ બાબતોમાં
Q.122 : તાલુકા સ્તર પર યોજનાના સ્વરૂપની ભલામણ કઈ સમિતિ માં કરવામાં આવી ?
- A. અશોક મહેતા સમિતિ 1977
- B. દિવાકર સમિતિ 1963
- C. કે . સંથાનમ સમિતિ 1963
- D. દાંતેવાલા સમિતિ 1978
પંચાયતી રાજના વધુ પ્રશ્નો માટે : અહી ક્લિક કરો.