પંચાયતી રાજ ના પ્રશ્નો (Panchayati Raj) 1 થી 25
ગુજરાત રાજ્યની પોલીસ કોન્સ્ટેબલ, PSI, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, ATDO, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, GPSC વગેરે પરીક્ષાઓ માં પંચાયતી રાજ વિષયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અહી કેટલા પંચાયતી રાજ ના પ્રશ્નો અને જવાબ આપેલા છે.
Q.1 : ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બંનેના હોદ્દા એક સાથે ખાલી પડે ત્યારે શું થઈ શકે ?
- A. ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણુંક થશે
- B. તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે
- C. ગ્રામ પંચાયતની પુન: ચૂંટણી થશે
- D. ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે
Q.2 : પંચાયતી રાજની સંસ્થાઓનો કાર્યકાળ ૫ વર્ષ કરવામાં આવે તેવી ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?
- A. પી કે થુંગન સમિતિ
- B. રસિકલાલ પરીખ સમિતિ
- C. બળવંતરાય મહેતા સમિતિ
- D. અશોક મહેતા સમિતિ
Q.3 : મુંબઈ રાજ્યએ કયા વર્ષમાં ગ્રામ પંચાયત અધિનિયમ ઘડ્યો હતો ?
- A. 1915
- B. 1907
- C. 1920
- D. 1911
Q.4 : રસિકલાલ પરીખ સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1958
- B. 1960
- C. 1968
- D. 1962
Q.5 : ગ્રામસભાની સ્થિતિની સમીક્ષા કઈ સમિતિ માં કરવામાં આવી ?
- A. વી. કે. રાવ સમિતિ 1960
- B. દિવાકર સમિતિ 1963
- C. કે . સંથાનમ સમિતિ 1963
- D. જી . રામચંદ્રન સમિતિ 1966
Q.6 : જિલાસ્તરીય યોજના સ્વરૂપની ભલામણ કઈ સમિતિ માં કરવામાં આવી ?
- A. અશોક મહેતા સમિતિ 1977
- B. દિવાકર સમિતિ 1963
- C. કે . સંથાનમ સમિતિ 1963
- D. હનુમંત રાવ સમિતિ 1984
Q.7 : રિખવદાસ શાહ સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?
- A. 1976
- B. 1975
- C. 1977
- D. 1979
Q.8 : ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?
- A. જ્યાં ૨૫ ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય
- B. જ્યાં ૫૦ ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય
- C. જ્યાં ૬૦ ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય
- D. જ્યાં ૭૫ ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય
Q.9 : પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ માટે કેટલા વર્ષ જરૂરી છે ?
- A. ૨૫ વર્ષ
- B. ૧૮ વર્ષ
- C. ૨૧ વર્ષ
- D. ૩૦ વર્ષ
Q.10 : ગ્રામ પંચાયતના ગામ ફંડમાં કઈ રકમો જમા થાય છે ?
- A. અદાલત હુકમ કરે તે રકમ
- B. અદાલતે વળતર તરીકે આપેલી રકમ
- C. ગ્રામ પંચાયતે નાખેલા વેરાની રકમ
- D. ઉપરોક્ત ત્રણેય
Q.11 : છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ગુનો ના બનેલ હોય તેવું ગામ ………. કહેવાય.
- A. પાવન ગામ
- B. તીર્થ ગામ
- C. જ્યોતિ ગામ
- D. સમરસ ગામ
Q.12 : ગ્રામીણ વિકાસ માટે વહીવટી સમાયોજન અને ગરીબી નિવારણ કાર્યક્રમની ભલામણ કઈ સમિતિ માં કરવામાં આવી ?
- A. અશોક મહેતા સમિતિ 1977
- B. દિવાકર સમિતિ 1963
- C. જી. વી. કે. રાવ સમિતિ 1985
- D. દયા ચૌબે સમિતિ 1976
Q.13 : પંચાયતી રાજની સ્થાપના કયા ઉદ્દેશથી કરવામાં આવી છે ?
- A. સત્તાનું વિકેન્દ્રીકરણ થાય
- B. શાસનમાં લોકોની સહભાગિતા ઊભી થાય
- C. શાસન વધારે પારદર્શક બને
- D. ઉપરોક્ત તમામ
Q.14 : ૭૪મો બંધારણીય સુધારો ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યો ?
- A. ૨ ઓક્ટોબર, ૧૯૯૩
- B. ૧ મે, ૧૯૯૩
- C. ૧૫ એપ્રિલ, ૧૯૯૩
- D. ૧ જૂન, ૧૯૯૩
Q.15 : ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અમલમાં આવ્યું ?
- A. 1761
- B. 1687
- C. 1681
- D. 1752
Q.16 : ક્યાં રાજ્યોમાં પંચાયતીરાજની જોગવાઈ નથી ?
- A. નાગાલેન્ડ , મેઘાલય અને મિઝોરમ
- B. નાગાલેન્ડ, મણિપુર અને મેઘાલય
- C. નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા
- D. મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડ
Q.17 : પંચાયતી રાજની સમિતિ અને તેની રચના વર્ષ સંદર્ભે અયોગ્ય જોડકું પસંદ કરો.
- A. જી વી કે રાવ સમિતિ – ૧૯૮૬
- B. અશોક મહેતા સમિતિ – ૧૯૭૭
- C. રિખવદાસ શાહ સમિતિ – ૧૯૭૭
- D. એલ એમ સંઘવી સમિતિ – ૧૯૮૬
Q.18 : અનુસુચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ?
- A. બળવંતરાય મહેતા સમિતિ
- B. અશોક મહેતા સમિતિ
- C. ઝીણાભાઈ દરજી સમિતિ
- D. ભુરિયા સમિતિ
Q.19 : ગ્રામપંચાયતની રચના માટેની જોગવાઇ બંધારણના કયા ભાગમાં મૂકવામાં આવી છે ?
- A. ભાગ ૩
- B. ભાગ ૪-અ
- C. ભાગ ૫
- D. ભાગ ૪
Q.20 : સામૂહિક વિકાસ કાર્યક્રમની અસરકારકતા જોવા માટે બળવંતરાય મહેતા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી ?
- A. 1959
- B. 1956
- C. 1957
- D. 1958
Q.21 : ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતની પહેલી બેઠકમાં કયું કામ કરી શકાશે ?
- A. કારોબારી સમિતિની રચના
- B. સામાજિક ન્યાય સમિતિની રચના
- C. ઉપસરપંચની ચૂંટણી
- D. સરપંચની ચૂંટણી
Q.22 : પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?
- A. સત્તાનું વિકેન્દ્રીકરણ
- B. સતાની જોગવાઈ
- C. આપેલ બન્ને
- D. એકપણ નહિ
Q.23 : 74મો સુધારો અધિનિયમ અન્ય ક્યાં નામે ઓળખાય છે?
- A. મેટ્રોપોલિટન અધિનિયમ
- B. ગ્રામ પંચાયત અધિનિયમ
- C. ઔધોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ
- D. નગરપાલિકા અધિનિયમ
Q.24 : પંચાયતી રાજ્યનો ઉદેશ શું છે ?
- A. સ્થાનિક કક્ષાએ લોકશાહી વહીવટી
- B. સ્થાનિક ચૂંટણી કરવી નહીં
- C. સ્થાનિક કક્ષાએ વહીવટ ના થવો
- D. આપેલ એકપણ નહિ
Q.25 : ગુજરાતના વિસ્તારોમાં પંચાયતીરાજ કાનૂની રીતે ક્યાં કાયદાથી દાખલ થયું હતું?
- A. મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933
- B. ગુજરાત પંચાયત ધારો-1961
- C. ગુજરાત પંચાયત ધારો-1963
- D. મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1993
પંચાયતી રાજના વધુ પ્રશ્નો માટે : અહી ક્લિક કરો.