કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 76 થી 100

કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 76 થી 100

Q.76 : લૂંટ અને ધાડમાં શું તફાવત છે?

 • A. કોઈ ફરક હોતો નથી.
 • B. લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.
 • C. લૂંટમાં 4થી વધારે માણસો હોય છે.
 • D. ઉપરમાંથી કોઈ નહિ.
View Answer
B. લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.

Q.77 : ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

 • A. ચોરી કેટલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબજામાં હોવી જરૂરી છે.
 • B. ચોરી હંમેશાં જંગમ મિલકતની થાય છે.
 • C. ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી.
 • D. ઉપરના તમામ
View Answer
D. ઉપરના તમામ

Q.78 : જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ થાય છે?

 • A. 5
 • B. 10
 • C. 4
 • D. 3
View Answer
C. 4

Q.79 : ઇન્ડિયન પીનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે છે?

 • A. 378
 • B. 352
 • C. 252
 • D. 354
View Answer
B. 352

Q.80 : ઇન્ડિયન પીનલ કોડની કલમ-307માં નીચેનામાંથી કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ નથી ?

 • A. 10 વર્ષ
 • B. દેહાંત દંડ
 • C. આજીવન કેદ
 • D. ઉપરના તમામ
View Answer
C. આજીવન કેદ

Q.81 : જાહેરસ્વાસ્થ્યને લગતા ગુનામાં કોનો સમાવેશ થાય છે?

 • A. ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ કરવી
 • B. જળાશાયોનું પાણી દૂષિત કરવું
 • C. ઔષિધિઓમાં ભેળસેળ
 • D. ઉપરના બધા
View Answer
D. ઉપરના બધા

Q.82 : કયાં ગુના ની સજા ફક્ત સેશન્સ કોર્ટના જજ કરી શકે છે?

 • A. 7 વર્ષ થી વધુ કેદ ની સજાવાળા
 • B. મોત ની સજાવાળા
 • C. આજીવન કેદ ની સજા વાળા
 • D. બધા
View Answer
D. બધા

Q.83 : ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુ માં વધુ કેટલા વર્ષ ની સજા કરી શકે છે?

 • A. 5
 • B. 6
 • C. 3
 • D. 7
View Answer
D. 7

Q.84 : પબ્લિક પ્રોસિક્યુટર માટે ઓછા માં ઓછી કેટલા વર્ષની વકીલાત અનુભવ જરૂરી છે?

 • A. 10
 • B. 5
 • C. 7
 • D. 8
View Answer
C. 7

Q.85 : ભારતમાં રહીને “અ” પાકિસ્તાનમાં રહેતા એક પરદેશી “બ”ને પાકિસ્તાનમાં ખૂન કરવા ઉશ્કેરણી કરે છે આથી “અ” ખૂન કરવામાં મદદગારી ગુના માટે કઈ કલમ હેઠળ જવાબદાર બને છે?

 • A. 108
 • B. 180 [A]
 • C. 108 [A]
 • D. 170
View Answer
C. 108 [A]

Q.86 : [‘A’] એક જાહેર સ્થળ ઉપર એક ચોપાનિયું ચોંટાડે છે તેમાંથી ૧૦થી વધુ વ્યક્તિઓની બનેલી એક ટોળી અમુક સ્થળે ભેગી મળીને બીજી ટોળી ઉપર હુમલો કરવા ઉશ્કેરણી કરવામાં આવી હતી તેથી [‘A’]એ કઈ કલમ મુજબ ગુનો કર્યો છે?

 • A. 117
 • B. 118
 • C. 116
 • D. 177
View Answer
A. 117

Q.87 : ભારતીય દંડ સંહિતાનાં વિધાનો પર વિચાર કરો.

 • A. ભારતમાં રહેતી અમુક વ્યક્તિઓને જ લાગુ પડે છે.
 • B. ભારતમાં રહેતી તમામ વ્યક્તિઓને લાગુ પડે છે.
 • C. રાજદૂતોને પણ લાગુ પડે છે.
 • D. રાષ્ટ્રપતિ તેમ જ રાજ્યપાલને લાગુ પડે નહિ
View Answer
D. રાષ્ટ્રપતિ તેમ જ રાજ્યપાલને લાગુ પડે નહિ

Q.88 : ભારતીય દંડ સંહિતા મુજબ..

 • A. ફાંસીની સજા કરી શકાતી નથી.
 • B. આજીવન કેદની સજા ફરમાવવા પર પ્રતિબંધ છે.
 • C. એકાંત કેદની સજા કરી શકાય છે.
 • D. માત્ર કોર્ટ ઊઠતા સુધીની સજા કરી શકાતી નથી.
View Answer
C. એકાંત કેદની સજા કરી શકાય છે.

Q.89 : ચોરીના ગુનામાં કેટલાં તત્ત્વો હોય છે?

 • A. ચાર
 • B. સાત
 • C. આઠ
 • D. પાંચ
View Answer
D. પાંચ

Q.90 : ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-310 એટલે

 • A. ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ
 • B. છેતરપિંડી કરવી તેની માટે સજા
 • C. ઠગાઈની વ્યાખ્યા
 • D. દહેજમૃત્યુ
View Answer
C. ઠગાઈની વ્યાખ્યા

Q.91 : ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કયું દુષ્પ્રેરણ માટે સાચુ નથી ?

 • A. મુખ્ય ગુના સાથે જોડાયેલું હોવું જોઈએ
 • B. આરોપીની હાજરી હોવી જરૂરી છે
 • C. જે ગુનો થાય તે દુષ્પ્રેરક કર્યો કહેવાય
 • D. આરોપી એ દુષ્પ્રેરણ કેટલું હોવું જોઈએ
View Answer
B. આરોપીની હાજરી હોવી જરૂરી છે

Q.92 : ભારતીય ફોજદારી ધારામાં જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધના કેટલા ગુનાનો સમાવેશ થાય છે

 • A. આઠ
 • B. દસ
 • C. પાંચ
 • D. પંદર
View Answer
B. દસ

Q.93 : નીચે આપેલામાંથી કયું જોડકું ખોટું છે?

 • A. 52[A] – આશરો આપવા બાબત
 • B. 50 – કલમ
 • C. 46 – મૃત્યુ
 • D. બધા જ સચા
View Answer
D. બધા જ સચા

Q.94 : ગેરકાયદેસર મંડળી વિખરાઈ જવાનો હુકમ આપ્યા બાદ એમાં જોડાવા કે ચાલુ રહેવાના ગુનાને શિક્ષા કરે છે તે આઈ.પી.સી.ની કઈ કલમમાં જણાવવામાં આવ્યું છે?

 • A. 144
 • B. 146
 • C. 145
 • D. 150
View Answer
C. 145

Q.95 : જયારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ જાહેર જગ્યા પર લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેને કહેવાય છે.

 • A. હુલ્લડ
 • B. હુમલો
 • C. બખેડો
 • D. [A] અને [B] માત્ર
View Answer
C. બખેડો

Q.96 : જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે અમુક હોદ્દા પર નથી તેવું જાણવા છતાં એક જાહેર નોકર તરીકે તે હોદાનો વેશ ધારણ કરીને સ્વાંગ રચે તો તે કઈ કલમ મુજબ ગુનેગાર બનશે?

 • A. 169
 • B. 270
 • C. 170
 • D. 171
View Answer
C. 170

Q.97 : કેટલાં વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય એ ગુનો બનતો નથી એવું કલમ-82માં દર્શાવવામાં આવ્યું છે?

 • A. 14 વર્ષ
 • B. 21 વર્ષ
 • C. 18 વર્ષ
 • D. 7 વર્ષ
View Answer
D. 7 વર્ષ

Q.98 : હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા ગુનેગારોનો સમાવેશ થાય છે?

 • A. બે
 • B. ત્રણ
 • C. સાત
 • D. પાંચ
View Answer
D. પાંચ

Q.99 : આઈ.પી.સી.માં કોઈ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવનાર વ્યક્તિ માટે કઈ કલમની જોગવાઈ કરવામાં આવી છે?

 • A. 312
 • B. 313
 • C. 314
 • D. આમાંથી એક પણ નહિ.
View Answer
A. 312

Q.100 : બખેડો એટલે?

 • A. જાહેર માલ-મિલકતને નુકસાન
 • B. જાહેર સુલેહ-શાંતિનો ભંગ
 • C. જાહેરસ્વાથ્ય, સલામતીનો ભંગ
 • D. ઉપરની તમામ બાબતો
View Answer
B. જાહેર સુલેહ-શાંતિનો ભંગ

Leave a Comment