કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 151 થી 175
Q.151 : વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે-તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ?
- A. 12 કલાક
- B. 24 કલાક
- C. 48 કલાક
- D. 50 કલાક
Q.152 : સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?
- A. સી.આર.પી.સી.કલમ-151
- B. સી.આર.પી.સી.કલમ-161
- C. સી.આર.પી.સી.કલમ-165
- D. સી.આર.પી.સી.કલમ-171
Q.153 : નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?
- A. પ્રમુખશાહી પધ્ધતિ
- B. રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંત
- C. મૂળભૂત હકકો
- D. મૂળભૂત ફરજો
Q.154 : ‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારીત છે?
- A. સંસદીય લોકતંત્ર
- B. સત્તાના વિકેન્દ્રી કરણ
- C. પ્રમુખશાહી પધ્ધતિ
- D. સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
Q.155 : ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?
- A. 15 ઓગસ્ટ, 1947
- B. 26 જાન્યુઆરી, 1947
- C. 8 ઓગસ્ટ, 1942
- D. 26 જાન્યુઆરી, 1950
Q.156 : ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે?
- A. લોકો દ્વારા સીધી
- B. સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા
- C. ફકત લોકસભાના સભ્યો દ્વારા
- D. ફકત રાજયસભાના સભ્યો દ્વારા
Q.157 : રાજયનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે?
- A. રાજયસભા
- B. વિધાનસભા
- C. લોકસભા
- D. વિધાન પરિષદ
Q.158 : રાજયના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે?
- A. વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
- B. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
- C. વિધાનસભાના સ્પીકર
- D. રાજયપાલ
Q.159 : આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે?
- A. આઈ.પી.સી.
- B. સી.આર.પી.સી.
- C. ઇન્ડીયન એવિડન્સ એકટ
- D. ઇન્ડીયન એરેસ્ટ એકટ
Q.160 : ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે?
- A. સી.આર.પી.સી. કલમ 302
- B. આઈ.પી.સી. કલમ 302
- C. બોમ્બે પોલીસ એકટ કલમ 302
- D. ઇન્ડિયન પોલીસ એકટ 302
Q.161 : લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે?
- A. છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ
- B. છોકરા છોકરી બન્ને માટે 18 વર્ષ
- C. છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20
- D. છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ
Q.162 : ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે?
- A. આઈ.પી.સી. કલમ 154
- B. સી.આર.પી.સી. કલમ 154
- C. ઇન્ડિયન એવિડેન્સ એકટ કલમ 154
- D. ગુજરાત પોલીસ એકટ કલમ 154
Q.163 : ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ?
- A. 4
- B. 5
- C. 6
- D. 7
Q.164 : કરફયુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે?
- A. આઈ.પી.સી. કલમ 144
- B. સી.આર.પી.સી. કલમ 144
- C. ગુજરાત પોલિસ એકટ કલમ 144
- D. ઇન્ડિયન એવિડેન્સ એકટ કલમ 144
Q.165 : સી.આર.પી.સી.નું આખું રૂપ શું છે ?
- A. ક્રિમિનલ રીસ્પેકટ એકટ પ્રોટેકશન કોડ
- B. ક્રિમિનલ રાઈટસ પ્રોટેકશન કોડ
- C. ક્રિમિનલ પ્રોસિજર કોડ
- D. કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ
Q.166 : માહિતી અધિકાર એકટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે?
- A. 7
- B. 14
- C. 21
- D. 30
Q.167 : સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે?
- A. ઇ.પી.કો.ક. 498
- B. ઈ.પી.કો.ક. 498 [A]
- C. ઇ.પી.કો.ક. 489
- D. ઇ.પી.કો.ક. 489 [A]
Q.168 : ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે?
- A. બિગાડ
- B. ઠગાઈ
- C. વિશ્વાસઘાત
- D. બદનક્ષી
Q.169 : ઈન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?
- A. 491
- B. 526
- C. 511
- D. 503
Q.170 : ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ?
- A. કલમ 126થી 130
- B. કલમ 228થી 235
- C. કલમ 131 થી 140
- D. કલમ 148 થી 152
Q.171 : ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
- A. 318
- B. 405
- C. 415
- D. 426
Q.172 : ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ?
- A. જિલ્લા મેજિસ્ટ્રેટ
- B. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ
- C. એકિઝક્યુટીવ મેજિસ્ટ્રેટ
- D. ઉપરના બધા
Q.173 : બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
- A. 304 A
- B. 397 A
- C. 308 A
- D. 310 A
Q.174 : નીચેનામાંથી ક્યુ કૃત્ય ઈન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?
- A. કોઈ સ્ત્રીએ કરેલ ગુનો
- B. કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો
- C. અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય
- D. ઉપરના તમામ
Q.175 : ઈન્ડીયન પીનલ કોડની કલમ 306માં ક્યા ગુનાની સજા દર્શાવેલ છે?
- A. ગુનાહિત મનુષ્યવધની કોશિષ
- B. ખૂન કરવાની કોશિષ
- C. આપઘાતની કોશિષ
- D. આપઘાતનું દુષ્પેરણ