કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 126 થી 150
Q.126 : પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે ?
- A. સી.આર.પ..સી. કલમ – 13
- B. સી.આર.પી.સી. કલમ – 25
- C. સી.આર.પી.સી. કલમ – 125
- D. સી.આર.પી.સી. કલમ – 1
Q.127 : સી.આર.પી.સી.ની કલમ – 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે ?
- A. ત્રણ વર્ષ
- B. બે વર્ષ
- C. એક વર્ષ
- D. પાંચ વર્ષ
Q.128 : સી.આર.પી.સી.ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી ક્યા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય?
- A. એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
- B. જિલ્લા પોલીસ અધિક્ષક
- C. ડી.વાય.એસ.પી.
- D. જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ કલાસ
Q.129 : સી.આર.પી.સી.ના પ્રબંધો અનુસાર, ‘ફેરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?
- A. પંદર દિવસ
- B. સાત દિવસ
- C. એકવીસ દિવસ
- D. ત્રીસ દિવસ
Q.130 : સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે?
- A. આરોપીને ધમકાવવો
- B. તકસીરવાર ઠરાવવો
- C. આરોપીને ગુના અંગેની જાણ કરવી
- D. સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી
Q.131 : “દસ્તાવેજ’’ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?
- A. શિલાલેખ
- B. ધાતુપત્ર
- C. મુદ્રિત સામગ્રી
- D. ઉપરના તમામ
Q.132 : ગૌણ [Secondary] પૂરાવો નીચેનામાંથી ક્યા સંજોગોમાં રજૂ શકાય?
- A. જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય
- B. જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
- C. જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય
- D. ઉપરના બધા જ સંજોગોમાં
Q.133 : હકીકત [FACT] શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે?
- A. કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો
- B. કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું
- C. કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
- D. ઉપરના તમામ
Q.134 : ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે?
- A. પુનઃ તપાસ સમયે
- B. સરે તપાસ સમયે
- C. ઉલટ તપાસ સમયે
- D. સર તપાસ અને પુનઃ તપાસમાં
Q.135 : ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથીસહતહોમતદાર કોને ગણી શકાય ?
- A. ગુનાને નજરે જોનાર
- B. ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
- C. ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર
- D. ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
Q.136 : ભારતના પુરાવાના કાયદાની કલમ – 32 [1] અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન [Dying Declaration] નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?
- A. દિવાની કાર્યવાહીમાં
- B. ફોજદારી કાર્યવાહીમાં
- C. A અને B બન્નેમાં
- D. ઉપરમાંથી કોઈનામાં નહીં
Q.137 : ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?
- A. સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
- B. સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
- C. સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
- D. ઉપરના તમામ
Q.138 : ‘હકીકત’ એટલે શું?
- A. ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
- B. કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
- C. A અને B બંને
- D. ફક્ત A
Q.139 : જે હકીકત ‘સાબિત થયેલી’ના હોય અને ‘નાસાબિત થયેલી’ પણ ના હોય તેને શું કહેવાય ?
- A. સાબિત થયેલી
- B. સાબિત ન થયેલી
- C. અડધી સાબિત
- D. ઉપરોક્ત કોઈ નહી
Q.140 : સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય
- A. સર તપાસ, ઉલટ તપાસ, ફેરતપાસ
- B. સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
- C. ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
- D. ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
Q.141 : અ એ બ ના ઘરમાંથી ઘરેણાથી બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચાકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ ક્યો ગુનો કર્યો છે ?
- A. ચોરી
- B. લૂંટ
- C. ધાડ
- D. છેતરપિંડી
Q.142 : સ્વબચાનો હક્ક [રાઈટ ટુ પ્રાઈવેટ ડીફેન્સ] કઈ કલમમાં સમાવાયેલ છે?
- A. IPC-94
- B. IPC-95
- C. IPC-96
- D. IPC-90
Q.143 : ભારતીય ફોજદારી ધારો એટલે
- A. ઈન્ડિયન પોલીસ કોડ
- B. ઈન્ડિયન પ્રોસિજર કોડ
- C. ઈન્ડિયન પીનલ કોડ
- D. ક્રિમીનલ પ્રોસિજન કોડ
Q.144 : નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
- A. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ
- B. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યક્તિ હોવી જોઈએ
- C. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 4 વ્યક્તિ હોવી જોઈએ
- D. ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ
Q.145 : IPC-498 A મુજબ ત્રાસ એટલે
- A. પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
- B. ફક્ત શારીરિક ત્રાસ
- C. ફક્ત માનસિક ત્રાસ
- D. પરણિત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
Q.146 : IPCમુજબ
- A. ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી
- B. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે.
- C. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહી.
- D. ખોટી સાક્ષી આપદા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી
Q.147 : ચોરી માટે નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?
- A. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે
- B. ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે
- C. તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે
- D. તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે
Q.148 : ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે?
- A. 2
- B. 3
- C. 4
- D. 5
Q.149 : ફરિયાદ [FIR]ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે?
- A. રૂ.20
- B. રૂ.50
- C. રૂ.100
- D. વિનામૂલ્યે
Q.150 : કોગ્નીઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
- A. સી.આર.પી.સી. કલમ-141
- B. સી.આર.પી.સી. કલમ-145
- C. સી.આર.પી.સી. કલમ-151
- D. સી.આર.પી.સી. કલમ-155