કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 101 થી 125

કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 101 થી 125

Q.101 : આઈ.પી.સી.ની કલમ-54માં શેનો નિર્દેશ કરવામાં આવ્યો છે?

 • A. દેહાંતદંડની સજા હળવી કરવી
 • B. આજીવન કેદની સજા હળવી કરવી
 • C. દેશનિકાલના ઉલ્લેખનો અર્થ
 • D. દંડ ન ભરાય તો કેદની સજા
View Answer
A. દેહાંતદંડની સજા હળવી કરવી

Q.102 : કેદની સજા કેટલા પ્રકારની છે?

 • A. બે
 • B. ચાર
 • C. ચાર
 • D. ત્રણ
View Answer
D. ત્રણ

Q.103 : ભારતીય ફોજદારી ધારા મુજબ કેટલા પ્રકારના ગુનાઓમાં મૃત્યુદંડની સજા કરી શકાય?

 • A. આઠ
 • B. નવા
 • C. ત્રણ
 • D. પાંચ
View Answer
A. આઠ

Q.104 : સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?

 • A. કલમ-76થી 106
 • B. કલમ- 95થી 99
 • C. કલમ- 65થી 110
 • D. કલમ- 70થી 100
View Answer
A. કલમ-76થી 106

Q.105 : ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઈ સાલમાં ઉમેરવામાં આવ્યું?

 • A. 1915
 • B. 1913
 • C. 1920
 • D. 1918
View Answer
B. 1913

Q.106 : ગુનાહિત કાવતરું કેવા પ્રકારનો ગુનો ગણાય છે?

 • A. વિશિષ્ટ ગુનાઓ અંગેનો
 • B. અસ્થિર મગજની વ્યક્તિના કૃત્ય અંગેનો
 • C. મૃત્યુ નિપજાવવા સુધી
 • D. બીજાના લાભ માટે શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવેલો ગુનો
View Answer
A. વિશિષ્ટ ગુનાઓ અંગેનો

Q.107 : કોઈ વ્યક્તિ, અન્ય કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા નિર્બળતા ઉત્પન્ન કરે છે તે કયા ગુના માટે જવાબદાર છે?

 • A. મહાવ્યથા
 • B. વ્યથા
 • C. ઈજો
 • D. ઉપરના તમામ
View Answer
B. વ્યથા

Q.108 : ભારત સરકારના જાહેરનામા અંતર્ગત રાજ્યની પ્રાદેશિક હકૂમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે?

 • A. 21 માઈલ
 • B. 12 માઈલ
 • C. 12 નૉટીકલ માઈલ
 • D. 18 નોટીકલ માઈલ
View Answer
C. 12 નૉટીકલ માઈલ

Q.109 : ભારતીય ફોજદારી ધારાની કલમ-80માં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

 • A. અકસ્માત
 • B. સ્વબચાવ વિશે
 • C. ગુનાની સજાની મર્યાદા
 • D. મૂર્ખ અથવા દીવાના માણસનું કૃત્ય
View Answer
A. અકસ્માત

Q.110 : કલમ-83 મુજબ જો બાળક દ્વારા ગુનો કરવામાં આવ્યો હોય તો તે શિક્ષા પાત્ર છે?

 • A. સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય
 • B. સાત વર્ષથી વધારે વયના બાળકનું કૃત્ય
 • C. સાત વર્ષથી ઉપર અને બાર વર્ષથી નીચેના અસ્થિર મગજના બાળકનું કૃત્ય
 • D. સાત વર્ષથી ઉપર અને બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકનું કૃત્ય
View Answer
D. સાત વર્ષથી ઉપર અને બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકનું કૃત્ય

Q.111 : જો કોઈ દહેજ મૃત્યુ નિપજાવશે તેને આઈ.પી.સી હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે?

 • A. 7 વર્ષ સુધીની કેદ
 • B. 17 વર્ષ સુધીની કેદ
 • C. 5 વર્ષ સુધીની કેદ
 • D. 8 વર્ષ સુધીની કેદ
View Answer
A. 7 વર્ષ સુધીની કેદ

Q.112 : મનુષ્યહરણ કેટલા પ્રકારનાં છે ?

 • A. ચાર
 • B. બે
 • C. ત્રણ
 • D. પાંચ
View Answer
B. બે

Q.113 : બદનક્ષીના ગુનામાં કુલ કેટલા અપવાદો આપેલા છે?

 • A. દસ
 • B. આઠ
 • C. બાર
 • D. પાંચ
View Answer
A. દસ

Q.114 : ‘દેવીની ખુશી” અંગેની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવેલી

 • A. કલમ-404
 • B. કલમ-497
 • C. કલમ-504
 • D. કલમ-508
View Answer
D. કલમ-508

Q.115 : ભારતીય ફોજદારી ધારાની કલમ-55માં શું જણાવવામાં આવ્યું છે?

 • A. મૃત્યુદંડની સજા હળવી કરવા બાબત
 • B. બળજબરીપૂર્વક કઢાવવું
 • C. મૃત્યુદંડ અથવા આજીવન કેદ
 • D. આજીવન કેદની સજા હળવી કરવા બાબત
View Answer
D. આજીવન કેદની સજા હળવી કરવા બાબત

Q.116 : જયારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેને શું કહેવાય?

 • A. હુલ્લડ
 • B. બખેડો
 • C. હુમલો
 • D. ઉપરના બધા જ
View Answer
B. બખેડો

Q.117 : ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગેરકાયદેસર મંડળી”માં ન્યૂનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

 • A. પાંચ
 • B. સાત
 • C. આઠ
 • D. નવ
View Answer
A. પાંચ

Q.118 : ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ ક્યા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

 • A. ગેરકાયદેસર મંડળીના સભ્યો
 • B. બખેડો
 • C. હુલ્લડ
 • D. બિગાડ [મિસચિફ]
View Answer
B. બખેડો

Q.119 : ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

 • A. લોર્ડ માઉન્ટબેટન
 • B. સર ફેડરિક પોલોક
 • C. લોર્ડ મેકોલે
 • D. લોર્ડ વિલિયમ બેન્ટિક
View Answer
C. લોર્ડ મેકોલે

Q.120 : ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગુનાહિત કાવત્રા’’માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ?

 • A. બે
 • B. ત્રણ
 • C. પાંચ
 • D. સાત
View Answer
A. બે

Q.121 : ‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ને પગે ફ્રેકચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ ક્યા ગુના માટે જવાબદાર ઠરશે ?

 • A. સાદી ઈજા
 • B. ગંભીર ઈજા
 • C. ઈરાદાપૂર્વકની સાદી ઈજા
 • D. ખુનનો પ્રયત્ન
View Answer
B. ગંભીર ઈજા

Q.122 : ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

 • A. 1 થી 489
 • B. 1 થી 511
 • C. 1 થી 598
 • D. 1 થી 623
View Answer
B. 1 થી 511

Q.123 : ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કંઈ કલમમાં છે ?

 • A. 299
 • B. 300
 • C. 301
 • D. 302
View Answer
D. 302

Q.124 : ‘અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેલા નથી. અહીં ‘અ’……….

 • A. ચોરીનાં ગુના માટે જવાબદાર છે.
 • B. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
 • C. મિલ્કતની ગુનાહિત ઉચાપત કરે છે.
 • D. કોઈ ગુનો કરતો નથી.
View Answer
B. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.

Q.125 : ‘અ’, ‘બ’ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે ?

 • A. સાપરાધ મનુષ્ય વધ
 • B. ખૂન
 • C. બિગાડ
 • D. મિલકતની ગુનાહિત ઉચાપત
View Answer
C. બિગાડ

Leave a Comment